16th
September
2009
અખૂટ જ્ઞાન ના ભંડારસમા વેદો એ ભારતીય સંસ્કૃતિ ના ખજાના જેવા છે. હાલ માં તો આ ખજાનો વિદેશીયો ના હાથમાં ચાલ્યો ગયો છે અને તેના નાવીન્યપૂર્ણ વિચારો નું તેઓ વ્યાપાર કરી રહ્યા છે.પરંતુ વેદો તો માનવ માત્ર ના કલ્યાણ માટે જ સર્જાયા છે. તેમાં વિજ્ઞાન, ધર્મ, તત્વ, કળા જેવા અનેક વિષયો ની ગહન છણાવટ અને મંત્રો આપેલા છે.ફક્ત આપણે આ અગાધ સાગર માં ડૂબકી લગાવવાની જરૂર છે. સંત કબીરે કહ્યું છે ” જીન ધુધા તીન પાયીયા ગહીરે પાની પૈઠ જો બૌરા ડૂબન દરા રણ કિનારે બૈઠ .” આપણે પણ ઊંડા પાની માં ડૂબકી લગાવીને અનમોલ મોતી ને મેળવવાના છે. ઋગ્વેદ માં મોટા ભાગ ના સુકતો અને મંત્રો અગ્નિ, ઇન્દ્ર અને વરુણ ના છે. અને તે બધા કોઈ ચોક્કસ ક્રમ માં નથી પરંતુ મંત્રો નો સમૂહ છે. વળી ઉપનીષદોમાં આજ વેદો નાપણ કેટલાક મંત્રો નો ઉલ્લેખ કરેલો છે.
posted in Uncategorized |
3rd
September
2009
આપણે કેટલીકવાર છાપા માં વાંચીએ છીએ કે અમુક નક્ષત્ર માં અમુક વનસ્પતિના પણ કે મૂળ લાવીને ઘર માં રાખવાથી સમૃદ્ધિ વધે છે ત્યારે લોકો એવી વનસ્પતિ મેળવવા દોડાદોડ કરી મુકે છે અને પછી લાવ્યા પછી પરિણામ ના મળતા નિરાશ થયી જાય છે. વિચારવા જેવું છે કે ફક્ત વનસ્પતિ આરીતે લાવવાથી સમૃદ્ધિ વધતી હોય તો અંબાણી બંધુઓ એ આટલી મેહનત કરવાની જ ક્યાં જરૂર છે. પરંતુ હકીકત એ છે કે જયારે આવો યોગ હોય તો આગલા દિવસે સંધ્યા કાળે જયી ને તે વનસ્પતિ ને નિમંત્રણ આપવું પડે તેને સજીવ ગણીને જે કામ માટે લઈ જવી હોય તે જણાવવું પડે વળી તેના પાન, મૂળ, ડાળી વગેરે માટે ના જુદા જુદા મંત્રો છે તે વિધિ પૂર્વક બોલવા પડે અને ઘરે લાવીને પંચગવ્ય થી શુદ્ધ કરવું પડે ત્યારે તેનું સાચું ફળ મળે આજે આ વિધિ ખુબ ઓછા લોકો ને ખબર હશે વળી અમુક વનસ્પતિ જ આપણે જાણતાં હોતા નથી .
posted in Uncategorized |
21st
August
2009
આપણે આગળ જોયું તેમ શરીર ની ત્રણેય પ્રકૃતિ માં સમતોલપણું હોવાથી કોઈ પણ રોગ થતો નથી અને સ્વસ્થ શરીર ને કારણે મન શાંત અને એકાગ્ર રહી શકે છે. સ્ફૂર્તિ અને આનંદ સતત વ્યાપેલા રહે છે. અહી આનંદ એટલે નિજાનંદ ની વાત છે. આજે લોકો આનંદ મેળવવા ટીવી જુએ છે પછી તેનાથી કંટાળે એટલે પડોસી જોડે ગપ્પા મારશે તેનાથી પણ કંટાળે એટલે ઉદાસી છવાયી જશે અને ફરી કોઈ નવો આનંદ મેળવવાની તજવીજ કરશે. પરંતુ જો તેની પાસે નિજાનંદ હોત તો તેને આવી કોઈ પંચાત માં પડવાની જરૂર રહેતી નથી અને કોઈ પણ કામ કરે તો નિજાનંદ ને કારણે મન હમેશા પ્રફુલ્લિત રહે છે.
posted in Uncategorized |
11th
August
2009
એલોપથી ચિકિત્સા ભારત માં આવી તે પૂર્વે આયુર્વેદ પદ્ધતિ નો જ ઉપયોગ આપણે ત્યાં થતો હતો . આયુર્વેદ માં રોગ થયા પછી ની ચિકિત્સા તો છે જ પરંતુ રોગ ના થાય તેના માટે ની પણ દરકાર રાખેલી છે. ઉ.દા. રોજ સવારે આદું અને મીઠું લેવાથી પાચન ક્રિયા બરાબર થાય છે અને વાયુ નું શમન થાય છે. તે જ રીતે જમ્યા પછી મરી અને અજમો ચાવી જવાથી પાચન બરાબર થયી ને વાત ,પિત અને કફ સમતોલ રાખી શકાય છે.ખરેખર તો ઈશ્વર ને પામવાની શરૂઆત જ સ્વસ્થ શરીર થી થાય છે અને સ્વસ્થ શરીર આયુર્વેદ થી બનાવી શકાય છે. આપણા શરીરમાં રહેલીકુંડલીની ને રસ, દુષિતરક્ત, મેદ વગેરે ખોરાક મળી રહેતો હોવાથી તે સુસુપ્ત અવસ્થામાં પડી રહે છે પણ જયારે વાયુ ના નિગ્રહ થી કુંડલીની તરફડીયા મારતી જાગ્રત થાય છે અને પોતાનો ખોરાક રસ , રક્ત , મેદ મેળવતી મેળવતી એક પછી એક ચક્ર ને ભેદતી સહસ્ત્રાર સુધી પોચી જાય છે.
posted in Uncategorized |
8th
August
2009
આજે લોકો એમ સમજે છે કે ભગવાન ની પૂજા આપણે કરીએ છીએ એટલે આપણે હિંદુ છીએ પરંતુ ખરેખર હિંદુ બનવું પડે છે અને હિંદુ જીવન પદ્ધતિ અપનાવાવાથીજ હિંદુ બની શકાય. તો વિચાર થાય કે ફક્ત પૂજા કરવાથી હિંદુ ના કહેવાય તો આ જીવન પદ્ધતિ શું છે જેનાથી હિંદુ બની શકાય.તો આ પદ્ધતિ માં પંચાયતન પૂજા , મુદ્રા , આયુર્વેદ , સ્વરોદય અને પંચાંગ નો સમાવેશ થાય છે. દા.ત . પૂજા સમયે આપણે જે આચમની પકડીએ છીએ તે મુદ્રા છે. તેજ રીતે એક શુભ ચોઘડિયા માં પૂજા કરતા ચોઘડિયા નો સમાવેશ પંચાગ માં થાય છે.
પંચાયતન પૂજા કરવાથી શરીર ના પાંચે અંગ સ્વસ્થ રહે છે કારણકે આપણું શરીર પંચ તત્વ નું બનેલું છે અને દરેક અંગ ના અને દરેક તત્વ ના દેવતા છે. આરીતે પાંચે અંગ સ્વસ્થ થવાથી કુંડલીની જાગૃતિ માં સરળતા રહે છે.
posted in Uncategorized |
17th
July
2009
શ્રુતિ અને સ્મૃતિ માં પંચાયતન પૂજા બતાવવામાં આવેલી છે અને તે પણ ઓછામાં ઓછી દોઢ કલાકની એટલેકે એક ચોઘડિયાની તો હોવીજ જોઈએ. આજે કેટલા લોકો પંચાયતન પૂજા કરતા હશે? વૈષ્ણવ સંપ્રદાયવાળા કૃષ્ણ ની પૂજા કરશે તો સ્વામીનારાયણ વાળા સ્વામીનારાયણ ભગવાન ની પૂજા કરશે તો કબીર સંપ્રદાય વાળા કબીરજી ની ભક્તિ કરશે. પ્રાચીન સમય થી આપણા શિવાલયો માં પંચાયતન ની જ પૂજા થતી હતી પરંતુ સમય બદલાવવા સાથે અને સાચા માર્ગદર્શન ના અભાવે તેનો લોપ થતો જાય છે વળી આજના માનવી પાસે દોઢ કલાક સુધી પૂજામાં બેસવાનો સમય પણ નથી અને તેટલો સમય મન સ્થિર રાખવાની આવડત પણ નથી એટલેજ ઉપર કહ્યું તેમ માનવી હતાશ અને નિરાશ દેખાય છે.
posted in Uncategorized |
17th
July
2009
આજના ઝડપી જીવન માં માણસ સફળતા મેળવવા માટે અહી તહી ભટક્યા કરે છે તે ધર્મ થી વિમુખ થયો છે . તેનું કારણ એ છે કે તેને નથી કોઈએ સાચી દિશા બતાવી કે નથી તેણે પોતે સાચી દિશા જાણવા નો પ્રયત્ન કર્યો . અસ્થિર મનનો માનવી ક્યારેય પોતાના માટે દિવસ માં એક કલાક પણ કાઢીને વિચારતો નથી કે હું ક્યાં ઉભો છું . મંદિર માં જઇને ખુબ મોટી અપેક્ષા ભગવાન સામે રાખીને વિચારે છે કે મારું કામ થયી જશે અને જયારે નથી થતું તો હતાશ અને નિરાશ થયી જાય છે .આમાં દોષ ભગવાન નો નથી એ તો માણસે માંગેલું આપવા બેઠા છે પણ માણસ જો ચોક્કસ પદ્ધતિ થી માંગે તો માંગેલું ને ધારેલુ મળે છે આ મારો જાત અનુભવ છે.
posted in Uncategorized |
5th
July
2009
ઉત્તરે હિમાલય અને દક્ષિણે હિન્દ મહાસાગર ની વચ્ચે આવેલા પ્રદેશ ને હિન્દુસ્તાન કહેવામાં આવે છે અને આ પ્રદેશ માં રહેતા લોકો ને હિંદુ થી ઓળખવામાં આવે છે. એટલેજ, હિંદુ એ કોઈ ધર્મ નથી પણ સંસ્કૃતિ છે, જીવન પદ્ધતિ છે. આ જીવન પદ્ધતિ સમજવાથી માણસ ને દિવસ દરમ્યાન ઠોકર પણ નથી વાગતી. વ્યક્તિ ખુબજ શાંત ચિત્ત બની ને દરેક કાર્ય માં સફળતા મેળવી શકે છે . ક્યારેય મંદિર -મંદિર ભટકવું નથી પડતું કારણકે આજે તો કોઈ કહે કે આ મંદિર માં જવાથી કામ થયી જાય છે તો વ્યક્તિ ત્યાં પહોચી જાય છે, કોઈ કહે કે આ દેવ ચમત્કારિક છે તો ત્યાંપહોચી જાય છે . આજના ઝડપી જીવન માં માણસ પાસે સાચી દિશા જ નથી અને તેનું મન (ચિત્ત) સ્થિર નથી આથી માનવી હતાશા અને નિરાશા માં જીવે જાય છે અને ઉપર કહ્યું તેમ મંદિર -મંદિર ભટક્યા કરે છે. ઉત્તરે હિમાલય અને દક્ષિણે હિન્દ મહાસાગર ની વચ્ચે આવેલા પ્રદેશ ને હિન્દુસ્તાન કહેવામાં આવે છે અને આ પ્રદેશ માં રહેતા લોકો ને હિંદુ થી ઓળખવામાં આવે છે. એટલેજ, હિંદુ એ કોઈ ધર્મ નથી પણ સંસ્કૃતિ છે, જીવન પદ્ધતિ છે. આ જીવન પદ્ધતિ સમજવાથી માણસ ને દિવસ દરમ્યાન ઠોકર પણ નથી વાગતી. વ્યક્તિ ખુબજ શાંત ચિત્ત બની ને દરેક કાર્ય માં સફળતા મેળવી શકે છે . ક્યારેય મંદિર -મંદિર ભટકવું નથી પડતું કારણકે આજે તો કોઈ કહે કે આ મંદિર માં જવાથી કામ થયી જાય છે તો વ્યક્તિ ત્યાં પહોચી જાય છે, કોઈ કહે કે આ દેવ ચમત્કારિક છે તો ત્યાંપહોચી જાય છે . આજના ઝડપી જીવન માં માણસ પાસે સાચી દિશા જ નથી અને તેનું મન (ચિત્ત) સ્થિર નથી આથી માનવી હતાશા અને નિરાશા માં જીવે જાય છે અને ઉપર કહ્યું તેમ મંદિર -મંદિર ભટક્યા કરે છે.
વધારે જાણવા માટે સોનીસત્યમ@ જીમેલ્ .કોમ અથવા તો +૯૧- ૯૯૯૮૪૮૩૯૮૫ પર સંપર્ક કરવા વિનંતી.
posted in Uncategorized |