21st
August
2009
આપણે આગળ જોયું તેમ શરીર ની ત્રણેય પ્રકૃતિ માં સમતોલપણું હોવાથી કોઈ પણ રોગ થતો નથી અને સ્વસ્થ શરીર ને કારણે મન શાંત અને એકાગ્ર રહી શકે છે. સ્ફૂર્તિ અને આનંદ સતત વ્યાપેલા રહે છે. અહી આનંદ એટલે નિજાનંદ ની વાત છે. આજે લોકો આનંદ મેળવવા ટીવી જુએ છે પછી તેનાથી કંટાળે એટલે પડોસી જોડે ગપ્પા મારશે તેનાથી પણ કંટાળે એટલે ઉદાસી છવાયી જશે અને ફરી કોઈ નવો આનંદ મેળવવાની તજવીજ કરશે. પરંતુ જો તેની પાસે નિજાનંદ હોત તો તેને આવી કોઈ પંચાત માં પડવાની જરૂર રહેતી નથી અને કોઈ પણ કામ કરે તો નિજાનંદ ને કારણે મન હમેશા પ્રફુલ્લિત રહે છે.
posted in Uncategorized |
11th
August
2009
એલોપથી ચિકિત્સા ભારત માં આવી તે પૂર્વે આયુર્વેદ પદ્ધતિ નો જ ઉપયોગ આપણે ત્યાં થતો હતો . આયુર્વેદ માં રોગ થયા પછી ની ચિકિત્સા તો છે જ પરંતુ રોગ ના થાય તેના માટે ની પણ દરકાર રાખેલી છે. ઉ.દા. રોજ સવારે આદું અને મીઠું લેવાથી પાચન ક્રિયા બરાબર થાય છે અને વાયુ નું શમન થાય છે. તે જ રીતે જમ્યા પછી મરી અને અજમો ચાવી જવાથી પાચન બરાબર થયી ને વાત ,પિત અને કફ સમતોલ રાખી શકાય છે.ખરેખર તો ઈશ્વર ને પામવાની શરૂઆત જ સ્વસ્થ શરીર થી થાય છે અને સ્વસ્થ શરીર આયુર્વેદ થી બનાવી શકાય છે. આપણા શરીરમાં રહેલીકુંડલીની ને રસ, દુષિતરક્ત, મેદ વગેરે ખોરાક મળી રહેતો હોવાથી તે સુસુપ્ત અવસ્થામાં પડી રહે છે પણ જયારે વાયુ ના નિગ્રહ થી કુંડલીની તરફડીયા મારતી જાગ્રત થાય છે અને પોતાનો ખોરાક રસ , રક્ત , મેદ મેળવતી મેળવતી એક પછી એક ચક્ર ને ભેદતી સહસ્ત્રાર સુધી પોચી જાય છે.
posted in Uncategorized |
8th
August
2009
આજે લોકો એમ સમજે છે કે ભગવાન ની પૂજા આપણે કરીએ છીએ એટલે આપણે હિંદુ છીએ પરંતુ ખરેખર હિંદુ બનવું પડે છે અને હિંદુ જીવન પદ્ધતિ અપનાવાવાથીજ હિંદુ બની શકાય. તો વિચાર થાય કે ફક્ત પૂજા કરવાથી હિંદુ ના કહેવાય તો આ જીવન પદ્ધતિ શું છે જેનાથી હિંદુ બની શકાય.તો આ પદ્ધતિ માં પંચાયતન પૂજા , મુદ્રા , આયુર્વેદ , સ્વરોદય અને પંચાંગ નો સમાવેશ થાય છે. દા.ત . પૂજા સમયે આપણે જે આચમની પકડીએ છીએ તે મુદ્રા છે. તેજ રીતે એક શુભ ચોઘડિયા માં પૂજા કરતા ચોઘડિયા નો સમાવેશ પંચાગ માં થાય છે.
પંચાયતન પૂજા કરવાથી શરીર ના પાંચે અંગ સ્વસ્થ રહે છે કારણકે આપણું શરીર પંચ તત્વ નું બનેલું છે અને દરેક અંગ ના અને દરેક તત્વ ના દેવતા છે. આરીતે પાંચે અંગ સ્વસ્થ થવાથી કુંડલીની જાગૃતિ માં સરળતા રહે છે.
posted in Uncategorized |